ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીના સુરત (Surat) આગમન પહેલા જ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરની બિલ્ડીંગના પિલરોમાંથી પાણીના ધોધ વહેતો થતા ચર્ચાનો વિષય બન્યો હતો.
પિલરોમાંથી પાણીનો ધોધ વહેતા ચર્ચાનો વિષય બન્યો
ભર ઉનાળે ટ્રોમાં સેન્ટરના હોલથી સોનોગ્રાફી તરફ જવાની લોબી વચ્ચે લોબીની સિલિંગના પિલરમાંથી પાણી પાણીની લહેરમાંથી દર્દીઓ અને ડોક્ટર સહિતના સ્ટાફે અવર-જવર કરવા મજબુર બન્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સુરત (Surat) મુલાકાતના એક દિવસ પહેલા જ રહસ્યમય પાણીનો ધોધ સામે આવતા PIU અને સિવિલના વહીવટદારોની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ પણ વાંચો : Botad : નાની વાવડી ગામજનોએ કર્યો શિક્ષણ (Education) નો બહિષ્કાર, આચાર્યને પરત લાવવા અથવા નવા આચાર્ય મુકવા માંગ
આવા સંજોગોમાં આરોગ્ય મંત્રી સોમવારે Surat ની મુલાકાતે આવી રહ્યા છે
નામ ન લખવાની શરતે સ્ટાફે જણાવ્યું હતું કે બે મહિનાથી આવી જ હાલતમાં કામ કરી રહ્યા છે અનેક વાર લેખિતમાં આપ્યું છે પણ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી.સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડીંગના પહેલા માળે આવેલા PICU (બાળકો માટે બનાવેલો આઇસીયુ) વિભાગ માટે તાબડતોડ ઉભી કરવામાં આવેલા પાણીના ટાંકા ઉભરાતા પાણી જર્જરિત ફ્લોરના પિલરો માંથી નીચે ટપકતું સ્પષ્ટ દેખાય છે. દર્દીઓની અવર જવર ના રસ્તામાં પાણીનો રેલો નીકળતા તંત્ર એ ડોલ મુકવી પડે છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કિડની બિલ્ડીંગ ચોમાસા પહેલા જ જર્જરિત હોવાનું ઉદાહરણ સામે આવ્યું છે. PIU અને હોસ્પિટલનું વહીવટ તંત્ર ખાડે ગયું છે. આરોગ્ય મંત્રી અને સરકારને મૂર્ખ બનાવી હોસ્પિટલમાં વહીવટ કરાતો હોવાની વાત ચર્ચાઈ રહી છે. ટ્રોમાં સેન્ટરના જે પિલર માંથી પાણી વહી રહ્યું છે ત્યાથી જ ઇલેક્ટ્રિક લાઇનના વાયરો નાખવામાં આવ્યા છે. જો કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ બસ એક જ પ્રશ્ન ઉભો થાય છે. આવા સંજોગોમાં આરોગ્ય મંત્રી સોમવારે સુરત (Surat) ની મુલાકાતે આવી રહ્યા છે. જેમના માટે આ એક પડકાર રૂપ પ્રશ્ન બની શકે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી