અમદાવાદ (Ahmedabad) ના જુના વાડજ વિસ્તારમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં 10 કિન્નરોએ એક પરિવાર પર હુમલો કર્યો અને ઘર ખાલી કરવાની ધમકી આપી. કિન્નરોએ હથોડી અને લાકડીનો ઉપયોગ કરીને ઘરમાં તોડફોડ કરી; સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
Ahmedabad ના જુના વાડજ વિસ્તારનો બનાવ
અમદાવાદ (Ahmedabad) ના જુના વાડજ વિસ્તારમાં 10 કિન્નરોએ એક પરિવાર પર હુમલો કર્યો અને ઘર ખાલી કરવાની ધમકી આપી. કિન્નરોએ હથોડી અને લાકડીઓનો ઉપયોગ કરીને ઘરમાં તોડફોડ કરી. કાર, ટીવી અને અન્ય વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પીડિત શિવાની વ્યાસ (20) એ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. શિવાનીના જણાવ્યા મુજબ, જ્યારે તે તેના પરિવાર સાથે ઘરે હતી, ત્યારે 10 કિન્નરો પાછળના દરવાજામાંથી કૂદી પડ્યા અને દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ્યા.
Ahmedabad માં કિન્નરોએ એક પરિવાર પર હુમલો કર્યો
હથિયારોથી સજ્જ કિન્નરોએ પરિવારને ડરાવ્યો, ઘર ખાલી કરવાની ધમકી આપી અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. ડરના કારણે પરિવારના સભ્યોએ પોતાને એક રૂમમાં બંધ કરી લીધા. આ પછી કિન્નરોએ ઘરમાં રાખેલી ઓડી કાર, વોટર કુલર, વોશબેસિન, ડાઇનિંગ ટેબલ, ટીવી, સીસીટીવી કેમેરા અને એક એક્ટિવા સ્કૂટર તોડી નાખ્યા.
वाडज की चांपानेर सोसायटी के एक घर में किन्नरों ने बवाल काटा, हथौड़ी और डंडे से घर में और ओडी कार में तोड़फोड़ की, किन्नरों ने घर खाली कर ने की धमकी भी दी।@AhmedabadPolice ने FIR के बाद 11 किन्नरों को हिरासत में लिया हैं, जांच जारी। pic.twitter.com/sDyJCYtaIL
— Jayesh cHauHaN (@JournoJayesh) January 30, 2025
આ પણ વાંચો : પ્રોફેસરોના ત્રાસથી હોમિયોપેથીની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા (Suicide) , પોલીસે 3 પ્રોફેસરો સહિત પ્રિન્સિપાલની ધરપકડ કરી
પરિવારે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી, પરંતુ પોલીસ આવે તે પહેલાં જ બધા કિન્નરો ભાગી ગયા. વાડજ પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને કામિની દે, જીયા દે, હિના દે, સાવન દે, ગઝાલા દે, સોનમ દે, રિમઝીમ દે, અંજના દે, કરીના દે અને ઇશિતા દે વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
પોલીસે જણાવ્યું કે તેમણે તમામ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 333, 296(b), 351(3), 324(5), 189(2), 189(4), 190, 61 હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ પીડિત પરિવાર ખૂબ જ ડરી ગયો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી