સુરત. ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડના ઉપલક્ષ્યમાં રવિવારે પ્રમોશનલ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેરેથોનના રેસ ડાયરેક્ટર લલિત પેરીવાલ, મેરેથોન એમ્બેસેડરે સક્રિય ભૂમિકા ભજવી હતી. ટ્રસ્ટના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સૌએ જાહેર જનતાને અપીલ કરી હતી કે એક સામાજિક ઉદ્દેશ્ય સાથે આયોજિત આ મેરેથોન દોડનું વધુ માં વધુ લોકો સમર્થન કરે. તેઓએ લોકોને અપીલ કરી હતી કે તેઓ વહેલી તકે તેઓ અને તેઓના પરિવારના સભ્યોનું દોડ માટે વેબસાઇટ www.runforgirlchild.org પર રજીસ્ટ્રેશન કરે.
ઉલ્લેખનીય છે કે રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન આગામી 5મી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળનો ઉદ્દેશ્ય બાળાઓના કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો છે.