Air India : એર ઈન્ડિયા અને વિસ્તારાના વિલીનીકરણ પહેલા, એર ઈન્ડિયાના પાઈલટોનો એક વર્ગ ટાટા ગ્રુપની માલિકીની બે એરલાઈન્સના પાઈલટ્સ માટે નિવૃત્તિની અલગ અલગ વય મર્યાદાને લઈને નારાજ છે.
Air India- Vistara Merger:એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જર પહેલા, એર ઈન્ડિયાના કેટલાક પાઈલટ અલગ અલગ નિવૃત્તિ વયને લઈને નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેનેજમેન્ટ હજી સુધી આ મુદ્દાને ઉકેલવામાં સક્ષમ નથી.
હાલમાં એર ઈન્ડિયામાં પાઈલટ અને અન્ય સ્ટાફ મેમ્બરોની નિવૃત્તિની ઉંમર 58 વર્ષ છે. એરલાઇન સરકારની માલિકીની હતી ત્યારથી કંપનીની આ નિવૃત્તિ નીતિ અમલમાં છે.
ખરેખર, આજે એટલે કે સોમવારે વિસ્તારા Air India સાથે મર્જ થઈ જશે. 2022ની શરૂઆતમાં ટાટાની માલિકી હેઠળ આવેલા એર ઈન્ડિયાના પાઈલટ અને અન્ય કર્મચારીઓની નિવૃત્તિ વય 58 વર્ષ છે. જ્યારે ટાટા ગ્રુપની અન્ય એરલાઇન વિસ્તારામાં આ મર્યાદા 60 વર્ષની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે Air India ના પાઈલટ્સના એક વર્ગમાં નારાજગી વધી રહી છે કારણ કે મેનેજમેન્ટે મર્જ કરેલ એન્ટિટી માટે એક સમાન નિવૃત્તિ વય નિર્ધારિત કરી નથી. જોકે એર ઈન્ડિયાએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી.
આ પણ વાંચો :પાકિસ્તાનમાં વાયુ પ્રદૂષણનો વિનાશ:પંજાબમાં 11 મિલિયન બાળકો જોખમમાં; ઘણા શહેરોમાં AQI 1000ને પાર
65 વર્ષ સુધી પાયલોટ રહેવાની પરવાનગી
સૂત્રોએ જણાવ્યું કે વિસ્તારાના મર્જર પહેલા Air India ના પાઈલટ્સના એક વર્ગમાં નિવૃત્તિની વય મર્યાદાને લઈને ભારે નારાજગી છે. નામ ન આપવાની શરતે બોલતા એક સૂત્રએ જણાવ્યું હતું કે મેનેજમેન્ટે હજુ સુધી બે અલગ-અલગ નિવૃત્તિ વય મર્યાદાના મુદ્દાને ઉકેલ્યો નથી.
ડીજીસીએના વર્તમાન નિયમો હેઠળ, પાઇલટ 65 વર્ષની ઉંમર સુધી સેવામાં રહી શકે છે. એર ઈન્ડિયાએ આ વર્ષે ઓગસ્ટમાં કહ્યું હતું કે તે નિવૃત્તિ પછી પાંચ વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટના આધારે પસંદગીના પાઈલટ્સને જાળવી રાખશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
