હેડ ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમનો એક ચોંકાવનારો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આઠ મિનિટથી વધુ લાંબા વાયરલ એનિમેટેડ વિડિયોમાં બે અલગ-અલગ રોબોટ સર્જન એક સાથે બે શરીર પર કામ કરતા જોવા મળે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ રોબોટ્સ એક શરીરમાંથી માથું કાઢીને બીજા શરીર સાથે જોડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ” બ્રેઈનબ્રિજ, વિશ્વની પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી, રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને માથું અને ચહેરાના પ્રત્યારોપણની સુવિધા પૂરી પાડે છે, જેથી ચોથા તબક્કાના કેન્સર અને મગજ સંબંધિત ગંભીર બિમારીઓથી પીડિત લોકોને આશા મળી શકે.”
રજુ કરવામાં આવી હેડ ટ્રાન્સપ્લાન્ટની નવી ટેકનિક
અમેરિકાની ન્યુરોસાયન્સ અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ કંપનીએ બ્રેનબ્રિજે હેડ ટ્રાન્સપ્લાન્ટની નવી ટેક્નોલોજી રજૂ કરી છે. આ વાત અજીબ લાગશે, પરંતુ આ ટેકનિકમાં એવું કહેવાય છે કે દર્દીનું માથું બ્રેઈન-ડેડ ડોનરના શરીર પર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. વેલ્સઓનલાઈન રિપોર્ટ અનુસાર, બ્રેઈનબ્રિજનો ઉદ્દેશ્ય એવા લોકોને આશા આપવાનો છે કે જેઓ સ્ટેજ ફોર કેન્સર, પેરાલિસિસ, અલ્ઝાઈમર અને પાર્કિન્સન્સ જેવી ગંભીર બીમારીઓથી પીડિત છે. આ ટેકનિકનો દાવો છે કે દર્દીની ચેતના, યાદશક્તિ અને વિચારવાની શક્તિને બચાવી શકાય છે.
આ પણ વાંચો : મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની આ શાનદાર યોજનામાં માત્ર 2 વર્ષમાં મળશે આટલા લાખો રૂપિયા, જાણો સંપૂર્ણ વિગતો
વીડિયો 42 લાખથી વધુ વખત જોવામાં આવ્યો
ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી આ વિડિયો વિશ્વભરના દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને 42 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. પરંતુ, દરેકને આ ખ્યાલ ગમ્યો નથી. ઘણા લોકોએ આ પ્રક્રિયા પર શંકા વ્યક્ત કરી છે. એક યુઝરે તો કોમેન્ટ કરી કે, “તે રસપ્રદ છે કે તેઓ કદાચ માથું બદલી શકે છે, પરંતુ કેન્સરનો ઈલાજ કરી શકતા નથી.” અન્ય એક યુઝરે પૂછ્યું, “જો 80 વર્ષના માણસનું માથું 14 વર્ષના બાળકના શરીર પર મુકવામાં આવે તો શું શરીર વૃદ્ધત્વ બંધ કરી દેશે? હું પૂછી રહ્યો છું કારણ કે મને ખાતરી છે કે માત્ર અમીર લોકો જ આ કરી શકશે.”
🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo
— Tansu Yegen (@TansuYegen) May 21, 2024