Appleના નવા iPhones સામાન્ય રીતે એક ચોક્કસ સમયગાળા માં લોન્ચ કરવામાં આવે છે. આ સમય દર વર્ષે સપ્ટેમ્બરમાં આવે છે છે. જો કે, કેટલીકવાર આ પેટર્ન બદલાય છે. જેમ કે iPhone 12 અને iPhone 14 Plus બંને ઓક્ટોબરમાં લોન્ચ થયા હતા. કારણ કે, ઉત્પાદન અને સપ્લાય ચેઇનની સમસ્યા હતી. હમણાં માટે ચાલો આગામી લાઇનઅપ એટલે કે iPhone 16 વિશે વાત કરીએ.
કિંમત વિશે વાત કરીએ તો, અત્યાર સુધી લીક્સ દ્વારા મળેલી માહિતી અનુસાર, iPhone 16ની શરૂઆતની કિંમત 79,990 રૂપિયા હોઈ શકે છે. તે જ સમયે, iPhone 16 Plus ની શરૂઆતની કિંમત 87,990 રૂપિયા સુધી અને iPhone 16 Pro Maxની શરૂઆતની કિંમત 1,69,900 રૂપિયા સુધી હોઈ શકે છે.
લિકસ દ્વારા આઆ પણ માહિતી મળી છે કે iPhone 16 ની ડિઝાઇનમાં મોટો ફેરફાર તેની સ્ક્રીનને લઈને થઈ શકે છે. હાલમાં, iPhone 12 થી અત્યાર સુધી ડિસ્પ્લે સાઈઝમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. જો કે, વિશ્વસનીય લીકર્સે સૂચવ્યું છે કે iPhone 1 6 માં થોડી મોટી સ્ક્રીન જોવા મળી શકે છે. લીક્સ અનુસાર, 16 Pro માં 6.3-ઇંચની ડિસ્પ્લે મળી શકે છે અને 6.9-ઇંચની પેનલ 16 Pro MAX માં મળી શકે છે. જો કે,iPhone 16 અને iPhone 16 Plus માં સેમ સાઇઝ ની ડિસ્પ્લે જોવા મળશે
કેમેરા વિશે વાત કરીએ તો, iPhone 16 Pro અને 16 Pro Max માં પણ કેમેરા સંબંધિત એક મોટું અપડેટ આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, તેમાં ટેટ્રા-પ્રિઝમ ટેલિફોટો કેમેરા આવી શકે છે. વધુમાં, આ મોડલમાં 48MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા પણ હોઈ શકે છે. ઓછી લાઇટની સ્થિતિમાં આ સારા ફોટોસ લઈ શકાય છે.
સ્પેસિફિકેશનની વાત કરીએ તો iPhone 16 અને 16 Plusમાં 8GB રેમ દેખાય શકે છે. સાથે જ તેમાં A17 Pro પ્રોસેસર પણ આવી શકે છે. જો કે, આ પ્રોસેસરથી ઓછી બેટરી માં મળી શકે છે. આ સિવાય iPhone 16 Pro મોડલમાં Wi-Fi 7નો સપોર્ટ જોઈ શકાય છે.