સુરત શહેરમાં ભેસ્તાન સિદ્ધાર્થ નગરમાં જાળીઓમાં ગાયોને નાખેલા ચારમાં શેરડી લેવા ગયેલી 4 વર્ષની બાળકી ઉપર રાખતા 8થી 10 કૂતરાઓએ હુમલો કરી તેને દબોચીને મારી નાખી હતી. માતા-પિતા કામ પરથી ઘરે આવીને 4 વર્ષની બાળકીને શોધતા તે ઘર પાસે આવેલી જાળીમાં બેભાન હાલતમાં કૂતરાઓ પાસેથી મળી આવી હતી.
મૂળ મધ્યપ્રદેશના વતની કાળુભાઈ દેવચંદ અરડ હાલ ભેસ્તાન સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટીમાં પત્ની, ત્રણ દીકરા તેમજ એક દીકરી સુરમિલા (4 વર્ષ) સાથે રહે છે. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી મહેશ કંપનીના બોઈલરમાં કોલસા નાખવાનું કામ કરે છે. કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના બે સંતાનને સાથે લઈને જતા હતા અને સુરમીલા તેમજ બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતાં હતાં.
આ પણ વાંચો:ગૂગલ મેપ ટ્રાફિક કેવી રીતે શોધી શકે છે?
રાબેતા મુજબ સોમવારે પણ કાળુભાઈ બને સંતાનને ઘરે મૂકીને ગયા હતા. તે દરમિયાન સાંજે 5 વાગ્યાનાં સુમારે સુરમીલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા. ઘરની પાસે જાળીઓમાં ગાયને ખાવા માટે ચાર નાખવામાં આવે છે. તે ચારમાં સુરમીલાને શેરડી દેખાઈ હતી. જેથી સુરમીલા તે શેરડી લેવા માટે ગઈ હતી. ત્યારે ત્યાં અચાનક 8થી 10 કૂતરાઓએ સુરમીલાના ગળા ઉપર હુમલો કરી તેને દબોચી લીધી હતી.
જેથી તે બેભાન થઈ ગઈ હતી. સુરમીલાના પિતા કાળુભાઈએ જણાવ્યું હતું કે, હું જ્યારે નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યારે મને સુરમીલા દેખાઈ નહિ હતી. જેથી બજરંગીએ કહ્યું હતું કે સુરમીલા ત્યાં જાળીમાં પડેલી છે. જેથી હું ત્યાં જઈને જોયું તો સુરમીલા બેભાન હાલતમાં કૂતરાઓ પાસે પડેલી હતી. મે એ કૂતરાઓએ પથ્થર મારીને ભગાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
યાસીન, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં