Pakistan Elections:ડૉ. સવીરા પ્રકાશઃ ડૉ. સવીરા પ્રકાશ નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી લડનાર પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા છે. ડૉ. સવીરાએ 2022માં એબોટાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી.ચૂંટણીના પરિણામો ગમે તે હોય, પરંતુ નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી લડનાર દેશની પ્રથમ હિન્દુ મહિલા ડૉ. સવીરા પ્રકાશ માટે આ ચૂંટણી યાદગાર બની ગઈ છે.
જ્યારે ડૉ. સવિરાએ 2022માં એબોટાબાદ ઇન્ટરનેશનલ મેડિકલ કૉલેજમાંથી તેમની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી, ત્યારે સ્વાભાવિક રીતે જ તેમનું આગામી લક્ષ્ય સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસ (CSS) પરીક્ષા હતી. જો કે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ આ હિન્દુ ડૉક્ટરને બુનેરની PK-25 સીટ માટે પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ છ ભાષાઓ જાણતા ડૉ. સવીરા બુનેરની હોસ્પિટલોને સુરક્ષિત અને સક્ષમ બનાવવા માંગે છે. આ સિવાય તેણીએ તેના ધ્યેયો વિષે જણાવતા કહ્યું કે તેઓ – છોકરીઓ માટે કોલેજોનું નિર્માણ, મહિલાઓ માટે આર્થિક તકો ઉભી કરવી અને લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું. તે ભારત અને પાકિસ્તાન વિવાદની વચ્ચે પુલનું પાત્ર પણ ભજવવા માંગે છે.
આ પણ વાંચો :લોકસભા ચૂંટણી 2024 : લોકસભા ચૂંટણીમાં ભાજપ આ રીતે 400નો આંકડો હાંસલ કરશે 5 રાજ્યો, 190 બેઠકો અને મુસ્લિમો
Pakistan Elections:ચૂંટણી જીત સરળ નથી
જો કે, રૂઢિચુસ્ત સમાજમાં જ્યાં મહિલાઓને ઘણા નિયંત્રણો હેઠળ જીવવું પડે છે, ત્યાં બિન-મુસ્લિમ મહિલા માટે ચૂંટવું સરળ રહેશે નહીં. જ્યારે તેમને આ પડકારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘પાકિસ્તાની રાજનીતિમાં લઘુમતીઓ અને મહિલાઓ માટે એક સ્થાન છે, તેથી જ PPPએ મને જનરલ સીટ પરથી ઉતાર્યો છે.’
Pakistan Elections:ડો.સવીરાને લોકોનો સહયોગ મળી રહ્યો છે
જો કે તેને સારો સપોર્ટ પણ મળી રહ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મસ્જિદોમાં વડીલો અને મદરેસામાં બાળકો તેમની સફળતા માટે પ્રાર્થના કરે છે, જ્યારે સામાન્ય મુસ્લિમો તેમના માટે પ્રચાર કરે છે.
ડૉ. સવીરાના પિતા ડૉ. ઓમ પ્રકાશ 1995થી પીપીપી સાથે જોડાયેલા છે. તેણીના પિતાની પીપીપી પ્રત્યેની પ્રતિબદ્ધતાને યાદ કરીને, તે જણાવે છે કે ડિસેમ્બર 2007માં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યા કરવામાં આવી ત્યારે તેઓ કેવી રીતે રડી પડ્યા હતા.હિંદુ મહિલા ડોક્ટરની ચૂંટણીમાં જીત માટે મસ્જિદમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં