લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તૂટી રહી છે. ધોરાજી બાદ જેતપુરમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. લોકસભા ચૂંટણી પૂર્વ આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીના જેતપુર જામકંડોરણાના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર રોહિત ભુવાએ રાજીનામું આપ્યું હતું.
ગત વિધાનસભા ચૂંટણીમાં જેતપુર જામકંડોરણાના આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર રોહિત ભુવાએ પાર્ટીની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. રોહિત ભુવા આગામી સમયમાં ભાજપ સાથે જોડાય તેવા સંકેતો છે.
આપ ના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે, એકપછી વિપક્ષી નેતાઓ ભાજપ સાથે જોડાઇ રહ્યાં છે. આ કડીમાં હવે આજે શનિવારે કેટલાક નેતાઓ કેસરિયો ધારણ કરશે. 3 ફેબ્રુઆરીના રોજ ભાજપમાં ફરી ભરતીમેળો શરૂ થશે.
આ પણ વાંચો:LPG કિંમતથી લઈને ઓનલાઈન મની ટ્રાન્સફર… બજેટ પહેલા દેશમાં લાગુ કરવામાં આવ્યા આ 5 મોટા ફેરફારો
શનિવારે 2 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. આપના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. આ ઉપરાંત AAPના જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચૂડાસમા પણ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય ભોળાભાઈ સોલંકી ભાજપમાં જોડાશે. જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનિતા ભાયાણી ભાજપમાં જોડાશે.
આવતીકાલે ભેસાણ ખાતે સવારે 11 કલાકે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 2 હજાર લોકોને ભાજપમાં જોડશે. જૂનાગઢમાં આજે પૂર્વ MLA ભૂપત ભાયાણી ભાજપમા જોડાશે, તેમની સાથે સાથે કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાશે. ભેસાણ ખાતે લેઉવા પટેલ સમાજની વાડીમાં આ કાર્યક્રમ યોજાશે.
સંભવિત રીતે સીઆર પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વિસાવદર વિધાનસભામાંથી આપ પાર્ટીમાંથી ભાયાણી ચૂંટાયા હતા. તો વળી, અરવિંદ લાડાણીએ ગઇ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતુ. ભાયાણી અને લાડાણીના સમર્થકો પણ ભાજપમાં જોડાશે.
આશિષ મહેતા,જેતપુર,રાજકોટ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં