હાલ ફાઈટર ફિલ્મે વિશ્વમાં ધૂમ મચાવી છે, પરંતુ ફિલ્મનો પાંચમો દિવસ ફીકો રહ્યો હતો. ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટરએ શરૂઆતમાં બોક્સ ઓફીસ પર ડંકો વગાડયો હતો. આ ફિલ્મને લોંગ વિકેન્ડનો ઘણો ફાયદો થયો હતો. ફિલ્મ ચાર દિવસમાં જ ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઇ હતી. પરંતુ મંડે ટેસ્ટમાં આ ફિલ્મ પાસ ન થઇ. ફિલ્મના પાંચમાં દિવસનું કલેક્શન સામે આવ્યું છે. જેને જોઇને લાગી રહ્યું હતું કે ફિલ્મની હાલત ખરાબ હશે. હાલ ફાઈટરમાં એરિઅલ એક્શન બતાવવામાં આવ્યું છે. જે દર્શકોને ઘણું પસંદ આવ્યું છે. ફિલ્મને ક્રિટિકની સાથે ઓડીયન્સના પણ સારા વ્યુ મળ્યા છે.
કલાકારો
Fighter ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ઋતિક અને દીપિકા સાથે અનિલ કપૂર, કરણસિંહ ગ્રોવર તેમજ અક્ષય ઓબેરોયએ મહત્વની ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં દરેકની એક્ટીંગના વખાણ કરવામાં આવી રહ્યા છે.દરેકે પોતાના પાત્રની ભૂમિકા જબરદસ્ત નિભાવી છે.
બોક્સ કલેકશન
રીપોર્ટ અનુસાર Fighter ફિલ્મે પાંચમાં દિવસે માત્ર ૮ કરોડનું કલેક્શન પ્રાપ્ત કર્યું હતું.જે બાકીના દિવસોની તુલનામાં ઘણું ઓછું કહી શકાય.ફિલ્મએ પહેલા દિવસે ૨૨.૫ કરોડ, બીજા દિવસે ૩૯.૫ કરોડ, ત્રીજા દિવસે ૨૭.૫ કરોડ જયારે ચોથા દિવસે ૨૯ કરોડનો બિઝનેશ કર્યો હતો. જે પછી ફિલ્મનું કલેક્શન ૧૨૬.૫૦ કરોડ થવા પામ્યું છે. વિકેન્ડમાં ફિલ્મને વધુ કલેક્શન થવાની આશા હતી. સાથે જ વીકમાં બીજી કોઈ મોટી ફિલ્મ રીલીઝ થવાની ન હતી. જેનો સીધો ફાયદો ફાઈટરને થવાનો હતો.
આ પણ વાંચો : બોક્સ ઓફીસ પર “કનુભાઈ – ધ ગ્રેટ” ની કમાલ
એક્શન
સિદ્ધાર્થ આનંદે ફાઈટ આપનાર ફાઈટર ફિલ્મમાં એક્શનની સાથે ફીઝીક્સ અને લોજીકનો ભરપુર ઉમેરો કર્યો છે. Fighter પ્લેનના એક્શન સીનમાં સુખોઈ પ્લેનમાં બેઠેલી પૈટી જે રીતે પ્લેનને ઊંધુંચત્તું કરી તેમાંથી ફાયરીંગ કરે છે તેનાથી થિયેટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. જેનો પલ્સ પોઈન્ટ એ છે કે આ અવકાશી લડાઈ નકલી લાગતી નથી. આનો શ્રેય દિગ્દર્શકોની સાથે કલાકારોને પણ મળી રહ્યો છે.
કમાણી
Fighterની કમાણી પર નજર કરીએ તો તેણે ૫ દિવસમાં ૧૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન રવિવાર પછી જ ૨૦૦ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું હતું.અહેવાલો અનુસાર ૨૫૦ કરોડના ખર્ચે બનેલી ફાઈટર ફ્લોપ થવાથી બચી જશે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે. જો કે, સિદ્ધાર્થની અન્ય ફિલ્મ જેવું કલેક્શન મેળવવામાં ફાઈટર ફિલ્મ બોક્સ ઓફીસ પર ફરી વળશે એવું લાગતું નથી.
બીજલ પટેલ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં