રાજકોટ(Rajkot News) જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ એસિડ પી ગઈવીઓ
Rajkot News : ઉપલેટાના ભીમોરા ગામમાં માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું
આ ઘટનામાં માતાનું મોત થયું છે જ્યારે માસૂમ દીકરી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે. આ ઘટનામાં પતિએ મૃતક પત્ની સામે પોતાની દીકરીની હત્યાનો પ્રયાસની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું એ અંગે જાણવા મળ્યું નથી.
ફરિયાદી જગાભાઈ ગાંડાભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ઉપલેટાના ભીમોરા ગામે રહી મજૂરી કામ કરું છું. મારે સંતાનમાં એક દીકરી છે જેની ઉંમર 9 માસની છે. મારા લગ્ન મઘરવાડા ગામે રહેતા ધનાભાઈ નારણભાઈ જાપડાની દીકરી મનિષા સાથે આજથી 2 વર્ષ પહેલાં અમારી જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયેલ હતાં.વધુમાં જણાવ્યું હતું કે, મેં મારાં માતા મુરીબેન તથા મારો નાનો ભાઈ જીવાભાઈ એમ ત્રણેય અમે વાડી ભાગિયું રાખી ખેતીકામ કરતા હતા. ત્યારે બપોરના 3 વાગ્યે મારી પત્ની મનિષાનો ફોન આવ્યો હતો અને મને વાત કરી કે, મેં એસિડ પી લીધું છે,
આ પણ વાંચો : Samsung Galaxy S24 Series: ત્રણ સ્માર્ટફોન લોન્ચ, Google Gemini AIનો સપોર્ટ મળ્યો, જાણો તમામ ફીચર્સ શું છે.
Rajkot News : દીકરીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી લીધું
તમે ઘરે આવો. આથી અમે ત્રણેય મારું બાઈક લઈ અમારા ઘરે આવ્યા હતા અને જોયું તો અમારા ઘરે રૂમમાં મારી પત્ની ગાદલા ઉપર આળોટતી હતી અને ઊલટીઓ કરતી હતી. તેમજ મારી દીકરી ધાર્મી પણ ઊલટીઓ કરતી હતી. તેમના મોઢા ઉપર ફીણ આવી ગયાં હતાં. આ બનાવ અંગે મારી પત્નીને પૂછતા તે બોલી શકતી નહોતી.
જેથી મેં મારા મામા જગાભાઈ જાદવને ફોન કરી બનાવની જાણ કરી તેનું ફોરવ્હીલ લઈ આવવા જાણ કરતા તે આવી ગયા હતા. જેમાં મારી પત્ની તથા દીકરીને બેસાડી ઉપલેટા ખાનગી હોસ્પિટલ લઈ ગયાં હતાં. વધુમાં જણાવ્યું હતું કે, જોકે, સારવાર દરમિયાન મારી પત્નીનું મોત થયું હતું અને મારી દીકરી ધાર્મીની તબિયત વધારે ગંભીર થતા તેને મારા મોટાભાઈ રામભાઈ ઘેલાભાઇ મકવાણા રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લઈ ગયા છે.
Rajkot News : દીકરીના પિતાએ મૃતક પત્ની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી
હાલ મારી દીકરીની સારવાર ચાલુ છે અને મારી પત્ની મનિષા કોઈ કારણે આવેશમાં આવી અમારા ઘરે એકલી હોઇ તે સમય દરમિયાન પોતે જાતે એસિડ પી મારી દીકરી ધાર્મીને પણ મારી નાખવાના ઇરાદે એસિડ પીવડાવી પોતે મરણ ગયેલ તો મારી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું. હાલ ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ અંગે આપઘાતનું ચોક્કસ કારણ પરિવારજનો જાણતા ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી રાજકોટ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં