છોટાઉદેપુર (chhotaudepur) એસટી ડેપોમાં ડેપો મેનેજરની મનમાની સામે હોવાના આક્ષેપો વચ્ચે મહિલાઓની સુવિધાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ડેપોમાં મહિલાઓ માટે બનાવવામાં આવેલા રેસ્ટરૂમના પાટીયા ઉસેડીને તેની જગ્યાએ ટિકિટ બુકિંગ કાઉન્ટર શરૂ કરવામાં આવતા મહિલા મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે.
છોટાઉદેપુર (chhotaudepur) એસટી ડેપોના આ નિર્ણયને લઈને મહિલાઓની સુવિધા અને જાહેર વ્યવસ્થાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને જિલ્લા મુખ્ય મથક પર આવેલા આ ડેપોમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોવાથી મહિલાઓ માટેની અલગ રેસ્ટરૂમની સુવિધા ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
છોટાઉદેપુર (chhotaudepur) ST ડેપોમાં અગાઉ મહિલાઓ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા
છોટાઉદેપુર (chhotaudepur) એસટી ડેપોના નવનીકરણથી લઈને આશરે એક વર્ષ પહેલા સુધી ડેપો પ્રીમાઇસીસમાં મહિલાઓ માટે અલગ મહિલા રેસ્ટરૂમની વ્યવસ્થા કાર્યરત હતી. આ રેસ્ટરૂમનો મહિલા મુસાફરો નિયમિત ઉપયોગ કરતા હતા.જાહેર સ્થળો પર મહિલાઓ માટે અલગ રેસ્ટરૂમની વ્યવસ્થા સામાન્ય રીતે કરવામાં આવે છે. ખાસ કરીને પ્રસૂતાઓ, ધાત્રી મહિલાઓ અને દિવ્યાંગ મહિલાઓ માટે આવી સુવિધાઓ અત્યંત જરૂરી બની રહે છે.પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન નવા આવેલા ડેપો મેનેજરના નિર્ણય બાદ મહિલા રેસ્ટરૂમની વ્યવસ્થા ખોરંભે પડી હોવાનું સામે આવ્યું છે. મહિલા રેસ્ટરૂમના પાટીયા ઉસેડીને તેની જગ્યાએ રિઝર્વેશન બુકિંગ બારી એટલે કે ટિકિટ બુકિંગ કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
મહિલા રેસ્ટરૂમની જગ્યાએ રિઝર્વેશન બુકિંગ બારી
છોટાઉદેપુર (chhotaudepur) એસટી ડેપોમાં મહિલા મુસાફરો માટે બનાવવામાં આવેલી અલગ સુવિધાની જગ્યાએ હવે રિઝર્વેશન બુકિંગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે મહિલાઓને રેસ્ટરૂમની સુવિધાથી વંચિત રહેવું પડી રહ્યું છે.આ નિર્ણયને લઈને મહિલા મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. જાહેર સ્થળો પર મહિલાઓ માટે અલાયદી સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી હોવા છતાં અહીં અગાઉથી કાર્યરત મહિલા રેસ્ટરૂમનો અન્ય ઉપયોગ શરૂ કરવામાં આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.સ્થાનિકોનો સવાલ છે કે, મહિલાઓ માટે ખાસ બનાવવામાં આવેલી સુવિધાને બંધ કરીને તેનો અન્ય ઉપયોગ શરૂ કરવાનો નિર્ણય કોની મંજૂરીથી લેવામાં આવ્યો અને આ અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી હતી કે નહીં?
મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે સુવિધા બંધ કરવાનો નિર્ણય
સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. મહિલાઓને વિશેષ સુવિધાઓ આપવામાં આવે તેમજ તેમની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવે છે.આ માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ જાહેર તંત્રના કેટલાક અધિકારીઓની બેદરકારીના કારણે મહિલાઓને મળતી સુવિધાઓ અને સેવાઓ પર અસર થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.છોટાઉદેપુર (chhotaudepur) એસટી ડેપોમાં મહિલા રેસ્ટરૂમ બંધ કરીને તેની જગ્યાએ અન્ય વ્યવસ્થા શરૂ કરવામાં આવતા હવે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : કચ્છ (Kutch) માં ₹5.55 કરોડના USDT ખંડણીકાંડમાં મોટી કાર્યવાહી: મુખ્ય સૂત્રધાર સહિત 5 ઝડપાયા, ₹4.13 કરોડ રિકવર
ડેપો મેનેજરે શું કહ્યું?
આ સમગ્ર મામલે સંબંધિત ડેપો મેનેજરને અમારી ટીમ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે ડેપો મેનેજર દ્વારા પરોક્ષ રીતે આવી કોઈ વ્યવસ્થા થતી હોવાનું પોતાના ધ્યાનમાં ન હોવાનું જણાવાયું હતું.ડેપો મેનેજરના જણાવ્યા મુજબ આ અંગે ઉપલી કચેરી પાસેથી માર્ગદર્શન માંગવામાં આવશે અને આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.જોકે, મહિલા રેસ્ટરૂમ જેવી મૂળભૂત સુવિધા લાંબા સમયથી બંધ હોવા છતાં જવાબદાર અધિકારીને તેની જાણ ન હોવાનું જણાવાતા હવે અનેક સવાલો ઊભા થયા છે.
જિલ્લા મુખ્ય મથકના ડેપોમાં હજારો મુસાફરોની અવરજવર
છોટાઉદેપુર (chhotaudepur) એસટી બસ ડેપો જિલ્લા મુખ્ય મથક પર આવેલો હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે. તેમાં મહિલાઓની સંખ્યા પણ નોંધપાત્ર હોય છે.આવી સ્થિતિમાં મહિલાઓ માટે અલગ રેસ્ટરૂમની સુવિધા ઉપલબ્ધ હોવી જરૂરી છે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતી મહિલાઓ, પ્રસૂતાઓ, ધાત્રી મહિલાઓ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે આવી સુવિધા મહત્વપૂર્ણ બની રહે છે.હાલ મહિલા રેસ્ટરૂમ બંધ હોવાના કારણે જરૂરિયાતમંદ મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત સામે આવી છે.
મહિલા રેસ્ટરૂમ તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ
છોટાઉદેપુર (chhotaudepur) એસટી ડેપોમાં મહિલા રેસ્ટરૂમ ફરીથી શરૂ કરવામાં આવે તેવી તીવ્ર માંગ ઉઠી છે.સ્થાનિકો અને મહિલા મુસાફરોની માંગ છે કે, અગાઉ મહિલાઓ માટે ઉપલબ્ધ રેસ્ટરૂમની સુવિધા તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે અને તેની જગ્યાએ શરૂ કરવામાં આવેલા રિઝર્વેશન બુકિંગ કાઉન્ટર અંગે યોગ્ય વિકલ્પ શોધવામાં આવે.સાથે જ સંબંધિત અધિકારી દ્વારા ઉચ્ચ કચેરીને વિશ્વાસમાં લીધા વગર મહિલા રેસ્ટરૂમ બંધ કરીને તેનો અન્ય ઉપયોગ શા માટે શરૂ કરવામાં આવ્યો તે અંગે તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.લાંબા સમય સુધી મહિલાઓને મહિલા રેસ્ટરૂમની સુવિધાથી વંચિત રાખવામાં આવી હોવા અંગે જવાબદાર અધિકારી સામે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી પણ તીવ્ર માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહેશે કે, આ મામલે એસટી વિભાગની ઉચ્ચ કચેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને છોટાઉદેપુર (chhotaudepur) એસટી ડેપોમાં મહિલા મુસાફરો માટે બંધ થયેલી રેસ્ટરૂમની સુવિધા ક્યારે પુનઃ શરૂ કરવામાં આવે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી


.jpeg)