- બમરોલી વિસ્તારના 120 ફૂટ રોડ પર સર્જાયો અકસ્માત
- સિટી બસે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લીધા
- અકસ્માતમાં પિતાની નજર સામે જ માસુમ પુત્રનું મોત
સુરતમાં માતેલા સાંઢની જેમ ફરતી સિટી બસ અવારનવાર અકસ્માતો સર્જી રહી છે. ત્યારે પિતા પોતાના પુત્રને શાળાએ છોડવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન સિટી બસે બાઈકને અડફેટે લીધી હતી. જેથી રોડ પર પટકાયેલા પિતા-પુત્ર પૈકી ધોરણ 11માં અભ્યાસ કરતાં પુત્રનું મોત નીપજ્યું હતું. જેથી રોષે ભરાયેલા લોકોએ બસના ચાલકને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યો હતો.
મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ ફરી એક વખત યમદૂત બની હોવાનું સામે આવ્યું છે. શાળાએ પુત્રને બાઇક પર મુકવા જતા સિટી બસના ચાલકે બન્નેને અડફેટે લીધા હતાં. જેથી ઘટનામાં માસૂમ પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું.120 ફૂટ બમરોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો.સવારે 6.30.કલાકે પિતા પુત્રને લઈ શાળાએ મુકવા જતા અકસ્માત સર્જાયો હતો.મૃતક વિધાર્થીનું નામ ગૌરવ રાજેશ બારડોલીયાહોવાનું સામે આવ્યું છે. મૃતક અઠવાલાઇન્સ ખાતે આવેલી આર.એસ.એમ પુનાવાલા સાર્વજનિક શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો. અકસ્માત બાદ લોકોએ સિટી બસના ચાલકને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો.સુરતમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત સીટી બસના ચાલકો હજી સુધરવાનું નામ લેતા નથી. ભાજપ શાસકો દ્વારા બનાવવામાં આવેલા કડક નિયમો માત્ર કાગળ સીમિત હોવાનું સામે આવ્યું છે.નિયમોની ઐસીતૈસી કરતા બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે ? તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.
મુકેશ ગુરવ, યાસીન દારા, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં