અયોધ્યામાં આયોજિત શ્રીરામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના વીરપુર જલારામ મંદિર દ્વારા સિધ્ધપુરના પ્રખ્યાત મગદળ નો 15 હજાર કિલો પ્રસાદ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે 1 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પહોંચી સિદ્ધપુરના ભૂદેવ રસોયાઓ દ્વારા મગદળનો પ્રસાદ તૈયાર કરવામાં લાગી ગયા છે. રોજના રસોયાઓ દ્વારા 500 કિલો મગદળ બનાવી રહ્યા છે.
અયોધ્યામાં આયોજિત શ્રીરામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના વીરપુર જલારામ મંદિર દ્વારા સિધ્ધપુરના પ્રખ્યાત મગદળ નો 15 હજાર કિલો પ્રસાદ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે 1 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પહોંચી સિદ્ધપુરના ભૂદેવ રસોયાઓ દ્વારા મગદળનો પ્રસાદ તૈયાર કરવામાં લાગી ગયા છે. રોજના રસોયાઓ દ્વારા 500 કિલો મગદળ બનાવી રહ્યા છે.
માતૃ તીર્થ ભૂમિ સિદ્ધપુરમાં ભૂદેવોના હાથે તૈયાર કરાતા સ્વાદે મીઠા અને આકારે ગોળ લાડુ જેવા સ્વાદિષ્ટ મગદળ છેલ્લા 500 વર્ષથી જગભરમાં પ્રખ્યાત છે. અયોધ્યામાં આયોજિત ભવ્ય શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર દ્વારા સિદ્ધપુરના પ્રખ્યાત મગદળનો પ્રસાદ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વીરપુર મંદિર દ્વારા પ્રખ્યાત મગદળ સિધ્ધપુરના રસોયા દ્વારા તૈયાર કરાવવા સ્પેશિયલ સિદ્ધપુરથી રસોયા રાકેશ દવેની ભૂદેવ રસોયાની ટીમ અયોધ્યા ખાતે લઈ જવામાં આવી છે. છેલ્લા આઠ દિવસથી રાકેશભાઈ ની ટીમ દ્વારા અયોધ્યામાં મતદાનનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાકેશભાઈના માર્ગદર્શન હેઠળ ટીમ રોજના 500 કિલો મગડળ તૈયાર કરી રહી છે. આગામી 20 જાન્યુઆરી સુધીમાં 15 ટન મગદળનો પ્રસાદ તૈયાર કરી દેવામાં આવનાર છે.જેનું વિરપુર જલારામ મંદિર દ્વારા મહોત્સવમાં આવનારા રામ ભકતોને વિતરણ કરાશે.
ભવ્ય ઉત્સવમાં અમારાં હાથે પ્રસાદ તૈયાર કરવાનો લ્હાવો ગૌરવપુર્ણ ક્ષણ છે : રસોયા
અયોધ્યાથી રસોયા રાકેશ દવે ટેલિફોનિક જણાવ્યું હતું કે વીરપુર મંદિર દ્વારા અયોધ્યા મંદિરના મહોત્સવમાં 15 ટન મગદળનો પ્રસાદ વિતરણનું આયોજન છે.અમે રોજ 500 કિલો તૈયાર કરીએ છીએ. વિરપુર મંદિર દ્વારા 50 સેવકો આપ્યાં છે.જેવો ભક્તોને પ્રસાદ વિતરણ માટે 150 ગ્રામના પ્રસાદના ડબ્બામાં પેકિંગ કરવાની કામગીરી કરી રહ્યા છે.આગામી 20 જાન્યુઆરી થી મહોત્સવ શરૂ થનાર હોય આવનાર સૌ ભક્તોને પ્રસાદ વિતરણ શરૂ થશે. ભગવાન શ્રીરામના અવસરમાં ભક્તોને અમારા હાથે તૈયાર કરાયેલ પ્રસાદ વિતરણ થશે તે અમારા જીવનની યાદગાર, અમૂલ્ય બાબત સાથે સમગ્ર પાટણ – સિદ્ધપુર માટે ગૌરવની ક્ષણ છે.
જયેશ મકવાણા, પાટણ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી