અમદાવાદ શહેરમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઘરકંકાસે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાતે ગોળીબારની ઘટના બની હતી, જેમાં પતિએ પહેલા પત્નીની ગોળી (Gunshot) મારી હત્યા કરી અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકોની ઓળખ યશરાજ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલ તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે બંનેના માત્ર બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. લગ્નજીવનના શરૂઆતના દિવસોમાં જ સંબંધોમાં તણાવ વધતા ઝઘડો ઉગ્ર બન્યો અને અંતે આ કરુણ ઘટના બની.
પહેલા પતિએ કરી પત્નીની હત્યા કરી પોતાના માથે ગોળી (Gunshot) મારી આપઘાત કર્યો
પ્રાથમિક માહિતી મુજબ પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. ઝઘડો કાબૂ બહાર જતા પતિ યશરાજ ગોહિલે પત્નીને ગોળી (Gunshot) મારી, જેમાં પત્ની રાજેશ્વરી ગોહિલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પત્નીને ગોળી (Gunshot) મારી હત્યા કર્યા બાદ યશરાજ ગોહિલે પોતાને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં પત્નીને મૃત જાહેર કરવામાં આવી હતી.
મૃતક યુવક કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા
મૃતક યશરાજ ગોહિલ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા હોવાનું સામે આવ્યું છે. તેઓ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, જેના કારણે આ ઘટનાએ રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ચકચાર મચાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી NRI ટાવરના મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ફ્લેટમાં રહેતા રહેવાસીઓ સિવાય અન્ય કોઈને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. ઘરકંકાસનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા પોલીસે તમામ પાસાઓથી તપાસ હાથ ધરી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
