અમદાવાદ શહેરના આસ્ટોડિયા દરવાજા પાસે ગત 16 જાન્યુઆરીની મોડીરાત્રે એક્ટિવા પર પિતા-પુત્રી જઈ રહ્યાં હતાં ત્યારે BRTSની રેલિંગમાં અકસ્માત (Accident) થયો હતો. પિતા-પુત્રી એક્ટિવા પર પૂરઝડપે BRTSની રેલિંગમાં અથડાતાં એક્ટિવાચાલક પિતા કેતન પંચાલનું સ્થળ પર જ ગંભીર ઇજાને કારણે મોત થયું છે, જ્યારે 16 વર્ષની પુત્રીને માથામાં ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે આ અંગે મૃતક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
BRTS કોરિડોરમાં પિતા-પુત્રીનો અકસ્માત (Accident)
બાપુનગર વિસ્તારમાં રહેતા કેતન પંચાલ (મૃતક) ગઈકાલે રાત્રે આશરે 11:30 વાગ્યાના અરસામાં પોતાની 16 વર્ષની દીકરી સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા. આસ્ટોડિયા દરવાજા પાસેથી પસાર થતી વખતે તેઓ પોતાનું વાહન BRTS કોરિડોરમાં ચલાવી રહ્યા હતા. એક્ટિવાની ઝડપ વધુ હોવાને કારણે ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને એક્ટિવા સીધું BRTSની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું.
પિતાનું ઘટનાસ્થળે મોત, દીકરીને ગંભીર ઇજા
આ ટક્કર એટલી જોરદાર હતી કે કેતન પંચાલને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. તેમની પુત્રીને પણ માથામાં ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : 1550 કરોડનો સાયબર ફ્રોડ કેસ: મુખ્ય સૂત્રધાર સહિત વધુ 4 આરોપીઓને (Accused) પોલીસે દબોચ્યા
ટ્રાફિક પોલીસ તપાસમાં લાગી
બનાવની જાણ થતા જ ‘ઈ’ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કેતન પંચાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. ટ્રાફિક પોલીસે અકસ્માત (Accident) મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પૂરઝડપે વાહન ચલાવવું અકસ્માત (Accident) નું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
