ખેડામાં આવેલા કઠલાલના સરખેજમાં થયેલી એક વિધવા મહિલાની હત્યા (Murder) ના કેસમાં કઠલાલ પોલીસની ઝડપી કામગીરી સામે આવી છે. હત્યા (Murder) કર્યા બાદ ફરાર થયેલા આરોપીને કઠલાલ પોલીસ અને ખેડા એલસીબીની સંયુક્ત ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી લીધો છે.
ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 જાન્યુઆરીના રોજ સરખેજ ગામની સીમમાં વાત્રક નદીના પટમાંથી ભાવનાબેન ડાભી નામની મહિલાનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નિર્મમ હત્યા (Murder) ની આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી ફેલાવી દીધી હતી.
આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક વી.એન. સોલંકીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને કઠલાલ પોલીસની ચાર ટીમો રચવામાં આવી હતી. પોલીસે 28થી વધુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સંકલિત રીતે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : વિકાસ કે વિનાશ? 12 લાખની ટાંકી (Tank) 12 દિવસ પણ ન ચાલી, 50 હજાર લીટરની ટાંકી લોકાર્પણ પહેલા જ જમીનદોસ્ત
તપાસ દરમિયાન પોલીસની શંકાની સોય બગડોલના શૈલેષકુમાર ચૌહાણ તરફ વળી હતી. પોલીસને એવી બાતમી મળી હતી કે આરોપી ગુનો આચરીને અંબાજીભાગી ગયો છે. જેના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક અંબાજી પહોંચી આરોપી શૈલેષકુમાર ચૌહાણને ઝડપી પાડ્યો હતો.
પૈસાની લેતીદેતીમાં હત્યા (Murder) ની કબૂલાત
આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા કડક પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે મૃતક ભાવનાબેન ડાભી સાથે પૈસાની લેતીદેતી બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આવેશમાં આવીને તેણે મહિલા પર ચપ્પાના ઘા ઝીંકી નિર્મમ રીતે હત્યા (Murder) કરી નાખી હતી. પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
