સુરતના ગોડાદરામાં AAPની સભા પહેલા જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ગોપાલ ઈટાલિયાના ઇસુદાનના પોસ્ટર પર શાહી ફેંકીને વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ વ્યકત કર્યો છે.સભાના આયોજન પહેલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવતા વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.
AAPની સભા પહેલા જ ગોડાદરામાં તણાવ
સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુરુવારે રાત્રે 8 વાગ્યે સભા યોજનાર છે. જો કે સભા પહેલા જ આયોજન પર વિરોધ અને વિવાદના વાદળો ઘેરાયા છે. વિવાદ અને વિરોધનું કારણ આમ આદમી પાર્ટીના આયોજનના પોસ્ટરમાં AAPના નેતાઓએ પહેલી ટોપી છે. આ ટોપી મુસ્લિમ ટોપી હોવાનું કહીને વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ કર્યો છે. વિહીપના કાર્યકરોએ ઈટાલિયાના અને ઇસુદાનના પોસ્ટર પર સ્યાહી ફેંકી વિરોધ નોંધાવ્યો છે. હિંદુ વિરોધી નેતાને અમારા વિસ્તારમાં નહીં આવવા દઈએ તેવા લગાવ્યા નારા પણ લાગ્યા હતા. આટલુ જ નહિ આ પોસ્ટરમાં નિમંત્રક તરીકે “મુસ્લિમ સમાજ-મીઠી ખાડી” એવું લખાણ લખવામાં આવ્યું હતું. જેના કારણે વિરોધ વકર્યો છે.
‘હિંદુ વિરોધી નેતાઓને વિસ્તારમાં નહીં આવવા દઈએ’: VHP
વિશ્વ હિન્દુ પરિષદેના કાર્યકર્તાએ કહ્યું કે, સાંજે 8 વાગ્યે ગોડાદરા વિસ્તારમાં ‘મુઘલો’ની એક આમસભા છે. જેમ બાબર અને ઔરંગઝેબ અહીં આવીને ધીરે-ધીરે પોતાના પગ પેસારો કરતા હતા, એવી જ રીતે આમ આદમી પાર્ટી (AAP) પોતાનો પગ પેસારો કરવાની કોશિશ કરી રહયાં છે. આના પગ પેસારા કારણે આ વિસ્તારમાં પછી વિધર્મીઓ આવશે, પછી અહીં લવ-જેહાદની ઘટનાઓ ઘટવા લાગશે.
‘ઇટાલિયા હંમેશા સનાતન ધર્મના વિરોધમાં રહ્યા છે’: VHP
ખાસ આમ આદમી પાર્ટી (AAP) અને ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા આ હિંદુ સંગઠનના કાર્યકર્તાએ કહ્યું કે, તેઓ હંમેશા સનાતન ધર્મના વિરોધમાં રહ્યા છે, ઇટાલિયા હંમેશા હિંદુ વિરોધી પ્રચાર કરે છે અને ભૂતકાળમાં તેઓએ ભગવદ ગીતાનું પણ અપમાન કર્યું હતું, જેથી આવો માણસ અહીં રાજનીતિ ચમકાવવા માટે આવનાર છે જેના અમે બેનર જોયા અને તેનો અમે અહીં વિરોધ કર્યો છે અને જો સભા થઈ તો ત્યારે પણ વિરોધ કરીશું.
આ પણ વાંચો : શિક્ષણ જગતમાં ફરી ભ્રષ્ટાચારનો દાગ, અમદાવાદ ACBનો મોટો ધડાકો, 3 લાખની લાંચ (Bribe) લેતા વૉચમેન ઝડપાયો, ટ્રસ્ટી ફરાર
AAPનો પ્રતિકાર: ભાજપ સમર્થકો પર આરોપ
આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી (AAP) ના શહેર પ્રમુખે ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટીના સમર્થકોએ સભાના આયોજન પૂર્વે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
પોલીસ એલર્ટ, સુરક્ષા વ્યવસ્થા કડક
આ અંગે સ્થાનિક પોલીસ પણ જાગૃત થઈ ગઈ છે અને સભાની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરાઈ છે. પોલીસ જણાવે છે કે લોકોમાં શાંતિ જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારના હિંસક ઘટનાઓથી બચવા માટે પોલીસના વધારાના જવાન ખડેપગે રાખવામાં આવ્યા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
