- અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે સુરતના 13 લોકોને આમંત્રણ
- સુરત થી 50% ટેક્સટાઇલ માર્કેટમાં લાઇટિંગ વડે સજાવટ કરાશે
- મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોવા લાઈવ પ્રસારણ માટે 28 માર્કેટમાં એલઇડી મુકાશે
- અલગ અલગ માર્કેટમાં 50000 લોકો માટે ભોજન ની વ્યવસ્થા ઊભી કરાશે
અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધાટન 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. આ સમયે દેશવાસીઓમાં રામ લલાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશવાસીઓ અનેક રીતે આ કાર્યક્રમમાં ભાગીદાર થઈ રહ્યા છે. સુરતમાં રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરત શહેર જાણે કે રામમય બન્યું હોય તેવો માહોલ છે. સુરતીથી 50 ટકા ટેક્સટાઈલ માર્કેટમાં લાઈટિંગથી સજાવટ કરાઈ છે. કાપડ માર્કેટમાં પણ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોવા લાઈવ પ્રસારણ માટે 28 માર્કેટમાં એલઇડી મુકાશે. આ સિવાય સુરતના 14 અગ્રણીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેનો આમંત્રણ મળ્યું છે. અલગ અલગ માર્કેટમાં 50000 લોકો માટે ભોજનની વ્યવસ્થા ઊભી કરાશે.
મુકેશ ગુરવ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં