- રાજપીપળામાં શનિવાર મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો
- તાપમાનનો પારો 14થી 15 ડિગ્રી ગગડ્યો
- ગાઢ ધુમ્મસ ને કારણે રાજપીપલાનું જન જીવન ખોરવાયું
છેલ્લા ચાર દિવસથી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ધુમ્મસ નો માહોલ જોવા. જોકે આજે ધુમ્મસ ની માત્ર સૌથી વધારે રાજપીપળામાં જોવા. પેલી સવારે આજે રાજપીપળામાં એટલું તો ગાઢ ધુમ્મસ હતું કે પાંચ ફૂટ દૂર વ્યક્તિ સામે વાળી વ્યક્તિને જોઈ શકતી નહોતી ખાસ કરીને એસટી બસના દ્રશ્યો વરવા દ્રશ્યો જોવા. મળ્યાં હતાં ધુમ્મસને કારણે ભેજ અને ઠંડીનું પ્રમાણ વધારે હોવાને.બસોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને બસ ડ્રાઈવરોને બસ ચલાવવામાં ભારે મુશ્કેલી પડતીહતી ગાઢ ધુમ્મસ હોવાના કારણે વાહનો ધીમે ચાલતા હોવાથી બસો મોડી પહોંચતી પણ જોવા મળી હતી . બીજી તરફ રાજપીપળામાં આજે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો. ઠંડીની ભારે અસરને કારણે રાજપીપળા નું જનજીવન ખોરવાઈ ગયું હતું લોકો સવાર સુધી બારી બારણા બંધ કરીને ઘરમાં પુરાઈ રહેલા જોવા મળતા હતા. રાજપીપળામાં આજે વહેલી સવારે 14 થી 15 ડિગ્રી તાપમાનનો પારો નીચો ગગડ્યો હતો. મોર્નિંગ વોકમાં ચાલવા વાળાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ઠંડીને કારણે બજારોમાં ઘરાકી પણ ઓછી જોવા મળી. વાહનો પણ ઓછા જોવા મળતા હોવાથી રસ્તા સુમસામ જોવા મળ્યાં હતાં
દીપક જગતાપ સાથે જીતુ રાણા, નર્મદા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં