આજે ગુજરાતની હાઇકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટ (Court) ને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટ (Court) ને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તમામ કોર્ટને એક જ પેટર્નથી ધમકી ભર્યા ઇ-મેઈલ મોકલાયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
‘કોર્ટ (Court) માં માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂક્યો છે’
આ ધમકી LTTE(લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ) દ્વારા આપવામાં આવી છે. LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર ISKPના મેમ્બર્સે કોર્ટને નિશાન બનાવી છે. મેઈલમાં લખવામાં આવ્યું છે કે, “JECTO GEO વિરોધ: કોર્ટ (Court) પરિસરમાં ત્રણ RDX આધારિત માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યા છે અને બપોરે 1.55 વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને ખાલી કરવા” ચેતવણી આપવામાં આવી છે.
સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને રાત્રે મળેલી ધમકીએ તંત્રમાં દોડધામ મચાવી
સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ (Court) ના ઓફિશિયલ મેઈલ આઈડી પર મોડી રાતે 2 વાગ્યે અંગ્રેજીમાં ધમકીભર્યો સંદેશો મળ્યો હતો. સવારે કોર્ટ સ્ટાફ ફરજ પર પહોંચતાં આ મેઈલ સામે આવતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ચેતવણીને કારણે સમગ્ર મામલો અત્યંત સંવેદનશીલ બની ગયો હતો.
કોર્ટમાં કાર્યવાહી સ્થગિત, સુરક્ષા વધારાઈ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ આજે એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટ (Court) ને ધમકી મળી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ (Court) ના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકીને પગલે કોર્ટ કાર્યવાહી કરાઈ સ્થગિત કરવામાં આવી છે. તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી છે.
રાજકોટ કોર્ટ (Court) ને બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી છે. આ અંગે કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી છે. કંટ્રોલ દ્વારા યુનિવર્સિટી પોલીસ તેમજ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : તબેલામાં ઝેરનો વેપલો ! સુરતમાં વધુ એક નકલી ઘી (Ghee) નું કારખાનું મળ્યું, રૂ.1200નું ઘી માત્ર 300માં વેચાતું
કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું
મેઈલની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવી હતી. જજ સાહેબે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના તુરંત જ પોલીસ વિભાગને મેઈલ વિશે વાકેફ કરવા અને કડક સુરક્ષા તપાસ હાથ ધરવા માટે આદેશ આપ્યા હતા. જજ સાહેબના આદેશ બાદ કોર્ટ પરિસરમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટ્રેક કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ
પોલીસને જાણ થતા જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસોજી (SOG)ની ટીમો તાત્કાલિક સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરે પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટ્રેક કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય.
સુરક્ષાના પગલે કોર્ટ સ્ટાફને પરત મોકલાયા
કોર્ટ પરિસરમાં તપાસની કાર્યવાહી ચાલુ હોવાથી સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને વકીલ મંડળ દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી છે. કોર્ટની બહાર ઉભેલા કોર્ટ સ્ટાફના કર્મચારીઓ અને વકીલોને હાલ તુરંત પરત જવા માટે જણાવવામાં આવી છે. જ્યાં સુધી કોર્ટની અંદર તપાસની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે, જેથી તપાસમાં કોઈ અવરોધ ન આવે અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાય.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
