પંચાયત ભ્રષ્ટાચાર મુદ્દે અરજી બાદ ધમકીઓ શરૂ થઈ હોવાનો દાવો
સયાજી હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અંબાવ ગામની પંચાયતમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે તેમણે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રી સમક્ષ વારંવાર અરજી કરી હતી. કોઈ કાર્યવાહી ન થતાં તેમણે મીડિયામાં નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ સરપંચ (Sarpanch) ના પતિ સહિત અન્ય લોકોએ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
ગામની વચ્ચે માર માર્યા બાદ પેટ્રોલ છાંટી સળગાવ્યા હોવાનો આરોપ
ભરતભાઈના જણાવ્યા મુજબ, ભજન કાર્યક્રમ માટે દળણું દળાવવા ગયેલા સમયે મહિલા સરપંચ (Sarpanch) કોકીલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને એક ભત્રીજો ઈકો કારમાં આવી પહોંચ્યા હતા. પહેલા તેમને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ગામની વચ્ચે લઈ જઈ કોકીલાબેને પકડી રાખ્યા, નિલેશભાઈએ પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી આગ લગાડી દીધી હતી. આગ લગાવીને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ ભાગી રહેલા આરોપીઓના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તેઓ “એ પોતે જ સળગ્યો છે, અમે કંઈ કર્યું નથી” એવું બોલતા સંભળાય છે અને ગ્રામજનો સાથે ગાળાગાળી પણ કરે છે. કાર પાછળ કેટલાક ગ્રામજનો દોડતા નજરે પડે છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
સરપંચ (Sarpanch) સહિત પાંચ સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો દાખલ
આંકલાવ પોલીસે આ મામલે મહિલા સરપંચ (Sarpanch) કોકીલાબેન દિનેશભાઈ પઢિયાર, દિનેશભાઈ ચંદુભાઈ પઢિયાર, નિલેશભાઈ દિનેશભાઈ પઢિયાર, રાજેશભાઈ ઉર્ફે પોપટ દિનેશભાઈ પઢિયાર અને સરપંચના ભત્રીજા સામે મારામારી તથા હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈ રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
