સુરત એસ.ઓ.જી. પોલીસે ડુમસના દરિયાઈ વિસ્તારમાં ચાલી રહેલા ડીઝલ (Diesel) ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દરિયામાં લંગરાયેલા મોટા જહાજોમાંથી મશીનરીની મદદથી ડીઝલ (Diesel) ચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તસ્કરો દ્વારા જહાજોમાં ઇલેક્ટ્રિક મોટર ફિટ કરીને પાઇપલાઇન મારફતે ડીઝલ ખેંચવામાં આવતું હતું.
75 ડ્રમ કબજે,જેમાં આશરે 10 લાખની કિંમતનું ચોરીનું ડીઝલ; આરોપીઓ ફરાર
પોલીસ તપાસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલ (Diesel) નો મોટો જથ્થો મળી આવ્યો હતો. એસ.ઓ.જી. પોલીસે કુલ 75 જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં અંદાજે 10 લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું સામે આવ્યું છે. આ ડીઝલ સસ્તા ભાવે બારોબાર વેચવાની તસ્કરોની યોજના હતી, જોકે પોલીસની સતર્કતાને કારણે આખું નેટવર્ક ઝડપી લેવાયું.
તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા Diesel ખેંચતા
હાલમાં એસ.ઓ.જી. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ સફળ કામગીરીથી દરિયાઈ માર્ગે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટો પ્રહાર થયો હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. સાથે જ આવનારા સમયમાં આવી પ્રવૃત્તિઓ પર વધુ કડક નજર રાખવાની પણ ખાતરી અપાઈ છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
