- આવતીકાલથી રાજકોટમાં જી.પી.બી.એસ. એક્સ્પો – ૨૦૨૪નું આયોજન
- વેપાર ઉદ્યોગના મહા કુંભના પ્રારંભ સાથેવિકાસનોનવો અધ્યાય રચાશે
- વિદેશી ડેલિગેશનના આતિથ્ય સત્કાર માટે રાજકોટ સજ્જ – લાખો કરોડોના એક્સપોર્ટના સોદા થશે
- આજે રણજીત વિલાસ પેલેસ ખાતે સી.ઇ.ઓ. કોન્ક્લેવ – સત્કાર સમારંભ
રાજકોટ તા. 6,
રાજકોટમાં આગામી તા. ૭ જાન્યુઆરીથી ૧૦ જાન્યુઆરી સુધી યોજાનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્સ્પો ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજનની છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારી ચાલી રહી છે. જેના વ્યવસ્થાપન માટે અલગ અલગ કમિટી અને તેના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.
ગ્લોબલ બિઝનેસ સમિટ કાર્યક્રમનું આગામી ૭ જાન્યુઆરીના રોજ સવારે ૧૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવશે. તેમજ આ એક્સ્પોમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મંત્રી પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, ઉપરાંત રાજ્યના કેબિનેટ મંત્રી, પાટીદાર આગેવાનો અને સર્વે સમાજના ઉદ્યોગપતિઓ હાજર રહેશે. રાજકોટના આતિથ્યને જાણવા અને માનવા ૪૦ દેશમાંથી ડેલિગેશન આવશે અને લાખો કરોડોના નિકાસના નવા દ્વાર ખુલશે, ,એટલું જ નહી ચાર દિવસીય આ એક્સ્પોની અંદાજે દસ લાખ લોકો મુલાકાત લેશે જેનો સીધો લાભ સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને થશે.
આ બિઝનેસ સમિટના મીડિયા એજન્સી તથા મુખ્ય સંયોજક હંસરાજભાઈ ગજેરા, ગુજરાત સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા અને ઈવેન્ટ પાર્ટનર જીતેન્દ્રભાઈ કથિરીયાએ અલગ અલગ ટીમ બનાવી છે. જેમાં હાઉસ કિપીંગ (ડોમ સહિત) અને વોટર સપ્લાય વિભાગમાં યોગેશભાઈ અકબરી, ડ્રીકીંગ વોટર કમિટીમાં દર્શિતભાઈ વસોયા, ઈવી મેનેજમેન્ટ કમિટીમાં પુર્વીનભાઈ મોરલ, રજિસ્ટ્રેશન કમિટીમાં પ્રશાંતભાઈ વરસાણી, વીવીઆઈપી એરીયામાં દીપકભાઈ ડોબરીયાની વરણી થઈ છે. જ્યારે પેવેલીયનના ડોમ એ માટે તુષારભાઈ વાછાણી, ડોમ બી માટે કિરણભાઈ સોજીત્રા, ડોમ સી માટે ગોપાલભાઈ સખીયા, ડોમ ડી માટે ધર્મેશભાઈ પટેલ, ડોમ ઈ માટે કૃણાલભાઈ કામાણી, ડોમ એફ-1માં કાર્તિકભાઈ દુધાત્રા, ડોમ એફ -2માં જયભાઈ સુરેજા, પેવેલીયનમાં સન્નીભાઈ સુરાણી, સ્ટાર્ટઅપ કમિટીમાં અર્જુનભાઈ હીરપરા જ્યારે સિક્યુરીટી, પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે યતીનભાઈ રોકડને નિમવામાં આવ્યા છે.
ફૂડ એરીયા ( વિઝીટર્સ એન્ડ એક્ઝીવટર્સ)ની વ્યવસ્થા માટે વિપુલભાઈ વાડલીયા, જયદીપભાઈ ઘાણવા, ફૂડ એરીયા (વીઆઈપી) માટે રસીકભાઈ લાડાણી, હોસ્પિટાલીટીમાં પ્રિયેશભાઈ ડોબરીયા, કંટ્રોલ રૂમ અને બિઝનેસ ટુ બિઝનેસ કમિટીમાં માટે રોનકભાઈ રૈયાણી, વિમલભાઈ પટેલ, સ્ટોર રૂમના રજિસ્ટ્રેશન ડેસ્ક માટે સુરેશભાઈ વેકરીયા, સ્ટોર રૂમના ઈવેન્ટ એરીયામાં અમિતભાઈ ગઢીયા, ઈવેન્ટ એરીયામાં નિકુંજભાઈ ધામેલીયા, હાર્દિકભાઈ નાશીક, શર્મિલાબેન બાંભણિયા, જાગૃતિબેન ઘાડિયા અને જ્યોતિબેન ટીલવા વ્યવસ્થા સંભાળશે.
ગ્લોબલ બિઝનેસ સમિટમાં યુથ તથા મહિલા એમ્પાવરમેન્ટ, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, એમ.એસ.એમ.ઈ ઉદ્યોગને વધુ સોર્સ મળે, ગ્લોબલ નેટવર્ક સાથે જોડાય તે હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસ દરમ્યાન સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીમાં 10 લાખ લોકો એસ્કપોની મુલાકાતે આવશે. આ દરમિયાન અલગ અલગ વિષય પર સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોટીવેશનલ સ્પીકર અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને આમંત્રણ આપવામાં આવશે.
આ ગ્લોબલ સમિટને સફળ બનાવવા હંસરાજભાઈ ગજેરા, ગગજીભાઈ સુતરીયા, જીતેન્દ્રભાઈ કથિરીયા, યોગેશભાઈ અકબરી, દર્શિતભાઈ વસોયા, પુર્વીનભાઈ મોરલ, પ્રશાંતભાઈ વરસાણી, દીપકભાઈ ડોબરીયા, તુષારભાઈ વાછાણી, કિરણભાઈ સોજીત્રા, ગોપાલભાઈ સખીયા, ધર્મેશભાઈ પટેલ, કૃણાલભાઈ કામાણી, કાર્તિકભાઈ દુધાત્રા, જયભાઈ સુરેજા, સન્નીભાઈ સુરાણી, અર્જુનભાઈ હીરપરા, યતીનભાઈ રોકડ, વિપુલભાઈ વાડલીયા, જયદીપભાઈ ઘાણવા, રસીકભાઈ લાડાણી, પ્રિયેશભાઈ ડોબરીયા, રોનકભાઈ રૈયાણી, વિમલભાઈ પટેલ, સુરેશભાઈ વેકરીયા, અમિતભાઈ ગઢીયા, નિકુંજભાઈ ધામેલીયા, હાર્દિકભાઈ નાશીક, શર્મિલાબેન બાંભણિયા, જાગૃતિબેન ઘાડિયા અને જ્યોતિબેન ટીલવા સહિતનાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ઉદ્દઘાટનથી લઈ સમાપન સુધી રોજબરોજના વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા
૬ જાન્યુઆરીએ સાંજે સી.ઇ.ઓ. કોન્ક્લેવનું આયોજન
સરદારધામ આયોજીત જીપીબીએસ-૨૦૨૪ અંતર્ગત ૬ જાન્યુઆરીને શનિવારે રાત્રે ૭ વાગ્યે રણજીત વિલાસ પેલેસ ખાતે સી.ઇ.ઓ. કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રગાન, દિપ પ્રાગટ્ય સહિતના કાર્યક્રમોની વણઝાર હશે. આ તકે સી.ઇ.ઓ કોન્કલેવના યજમાન રાજકોટ રાજવી પરિવારના દરબારશ્રી માંધાતાસિંહજી જાડેજાનું મોમેન્ટો, સ્ટેચ્યુ અને સરદારધામના ખેસ દ્વારા સન્માન કરવામાં આવશે.
૭ જાન્યુઆરીએ સમિટના ઉદ્દઘાટનના પ્રસંગ ઉપરાંત અનેક આકર્ષણો રહેશે. જેની શરૂઆત રવિવારના રોજ સવારે ૧૦ કલાકે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે એક્ઝિબિશનનું ઉદ્દઘાટન અને સ્પોન્સર ડોમ ઓપનીંગ સેરેમની સાથે થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, મંત્રી પરશોત્તમભાઇ રૂપાલા અને મનસુખભાઇ માંડવિયાનું મોમેન્ટો અને શાલ અર્પણ કરી સન્માન કરાશે. ત્યારબાદ દિપ પ્રાગટ્ય, સમાજની મુખ્ય સંસ્થાના પ્રમુખશ્રીઓ અને મુખ્ય સ્પોન્સર્સનું સન્માન કરાશે. બપોરે ૩ થી ૬ કલાક સુધી સન્માન સમારોહ યોજાશે. ત્યારબાદ રાતના ૮ થી ૧૧ એક શામ અપનો કે નામ કાર્યક્રમ યોજાશે.
૮ જાન્યુઆરી અને સોમવારના રોજ ભુપેન્દ્ર સિંહ રાઠોડ ભવિષ્યના ઉદ્યોગ સાહસિક કઇ રીતે બનવું! વિષય પર પ્રવચન આપશે. તેમજ નિશાબેન બુટાણી પણ જીવન બદલનાર આદતો વિશે વક્તવ્ય આપશે. તેમજ અનુરાગ ઋષિ ઉચ્ચ વૃદ્ધિ માટે માનસિક કઠોરતા અને હિતેષભાઇ શુક્લા સસ્ટેનેબલ ફેમેલી બિઝનેસ વિષય પર ભાષણ આપશે. જ્યારે રાત્રે ૮ થી ૧૧ હાસ્ય કલાકારો બધાને ખડખડાટ હસાવશે.
૯ જાન્યુઆરીના રોજ હિમેશભાઇ મદન તમારા ઉદ્યોગને ડિજિટલી કેમ વધારી શકાય અને અમિત મહેશ્વરી ઉદ્યોગ સાહસિકો માટે પરિણામલક્ષી કાર્યક્રમ વિષય પર વક્તવ્ય આપશે. જ્યારે રાત્રિના ૮ થી ૧૧ વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
૧૦ જાન્યુઆરી એટલે કે સમિટના અંતિમ દિવસે સમાપન સમારોહ અને બેસ્ટ સ્ટોલ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. આ ચાર દિવસ દરમિયાન તમામ કાર્યક્રમોનું સંચાલન અને એનાઉન્સર તરીકે શૈલેષભાઇ સગપરીયા કાર્યરત રહેશે અને પનારા સાહેબ તેમને સહકાર આપશે.
‘ન ભૂતો ન ભવિષ્ય’ સમાન જી.પી.બી.એસ. એક્સ્પો સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા, જી.પી.બી.એસ. પ્રમુખ હંસરાજભાઇ ગજેરાના માર્ગદર્શન હેઠળ સરદારધામના માનદ્દમંત્રી બી. કે. પટેલ, સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા, જી.પી.બી.એસ. સલાહકાર મોલેશભાઈ ઉકાણી, જી.પી.બી.એસ. કન્વીનર નિલેશભાઈ જેતપરીયા, જી.પી.બી.એસ. સહ કન્વીનર નરેન્દ્રભાઈ સંઘાત, એકસ્પોના ઇવેન્ટ પાર્ટનર જીતેન્દ્રભાઈ કથીરિયા સહીત સમગ્ર આયોજક ટીમે અનેરી જહેમત ઉઠાવી છે ત્યારે આ એક્સ્પોની મુલાકાત લેવા ખાસ નિમંત્રણ પાઠવ્યું છે. આ એક્સ્પોના પ્રચાર-પ્રસાર અર્થે મીડિયા કો-ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપી રહ્યા છે.