- મેટ્રોની વધુ એક બેદરકારીનો કિસ્સો આવ્યો સામે
- મેટ્રોમાંથી નીકળતી માટી બ્રીજ પર ફેલાઈ
- બ્રીજ પર ફેલાયેલ માટીને કારણે વાહનો થયા સ્લીપ
- ઈજાગ્રસ્થોને સારવાર અર્થે ૧૦૮ લઇ જવાયા હતા
સુરત મેટ્રોનું કામ હવે શહેરના ચારે ખૂણામાં જોર શોરથી ચાલી રહ્યું છે મેટ્રોની કામગીરના કરને શહેરના મોટાભાગના વિસ્તારોમાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને વધુ મેટ્રોની બેદર્કારની ઘટના સામે આવી છે શહેરના અન્ય વિસ્તારોની જેમ પુના વિસ્તારમાં પણ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યારે બ્રીજ પર માટીનું કીચડ આવી જતા કીચડના કારણે સવારના સમયે પોતાના વાહનો લઈને નીકળેલા લોકો ની ગાડી સ્લીપ ખાઈ ગયી હતી ઈજાગ્રસ્થોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા
મળતી માહિતી પ્રમાણે પુણા વિસ્તારના વિશ્વકર્મા બ્રીજ પર માટીનું કીચડ ફેલાઈ ગયું હતું અને તેના કરને બ્રીજ પરથી પસાર થઇ રહેલી ગાડીઓ સ્લીપ થઇ રહી હતી અને જેના કારણે વાહન ચાલકોને ઈજા પહોચતા એમ્બ્યુલન્સને ને ઘટના સ્થળે બોલાવી સારવાર અર્થે ખસેડાયા હતા
એક વાહન ચાલકે જણાવ્યું હતું કે ” હું ઘરેથી નોકરીએ જઇ રહ્યો હતો જયારે મેં બ્રીજ પરથી પસાર ત્યારે મારી ગાડી ની સ્પીડ 30 થી ૪૦ ની હતી અને બ્રીજ પર માટીનું કીચડ ફેલાયેલું હતું અને જયારે મેં ગાડીને બ્રેક મારી ત્યારે મારી ગાડી સ્લીપ થઇ હતી અને મારા મોઢા અને પગ પાસે ઈજાઓ થઇ હતી” વધુમાં તેમણે જણાવ્યું હતું કે ” રાત્રે ડમ્પરવાળા માટી લઈને પસાર થાય છે અને તેમના ડમ્પર માટીથી ઓવરલોડ ભરેલા હોય છે અને માટી આવી રીતે રસ્તા પર માટી પડે છે અને લોકોને હલકી ભોગવવી પડે છે જો આવી રીતે જ બેદરકારી ચાલતી રહે તો જીવને જોખમ થાય એમ છે પાલિકાએ આનું નિરાકરણ લાવવું જોઈએ”
બીજા એક વાહન ચાલકે જણાવ્યું હતું કે “જે મેટ્રોની માટી છે તે ડમ્પર માં લઈને જાય છે અને તે માટી બ્રીજ પર ફેલાઈ ગયી છેલોકો અહિયાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના વાહનો સ્લીપ થઇ રહ્યા હતા અને લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે “ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મેટ્રોની બેદરકારીના કારણે કાદર શાહ ની નાળમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી દરમિયાન એક બાળક પર લોખંડનું બેરીકેટ પડી જતા એક બાળકનું મૃત્યુ થયું હતું અને બીજા અનેક આવા બેદરકારીના કિસ્સાઓ સામે આવ્યા છે
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો